રોજ થોડી જિંદગી જીવાય છે
"ગુલાબી આ ઉપવનમાં કોઈ કરમાયેલું પુષ્પ મળી જાય છે...
રોજ થોડી જિંદગી આમ જ જીવાય છે
"શાન્ત સરોવર માં પણ કંકર અડતા વમળો રસાય છે...
રોજ થોડી જિંદગી આમ જ જીવાય છે
"મંદિર પર બેઠેલા ઈશ્વર પાસે ક્યાં થાય છે બધી મુરાદ પુરી, તો પણ થોડી ઈચ્છા તો રખાઈ છે....
રોજ થોડી જિંદગી આમ જ જીવાય છે
"નથી થતી ઊંઘ પુરી ક્યારેક તો બસ કરવટ બદલી ને જ સવાર થાય છે....
રોજ થોડી જિંદગી આમ જ જીવાય છે
"દૂર છે સ્વજનો બસ તેની યાદ માં ક્યારેક ડુસકા ભરાઈ જાય છે...
રોજ થોડી જિંદગી આમ જ જીવાય છે
"હર વખતે એ આંસુ લુછનાર માં નો હાથ ક્યાં હોઈ છે આસું ક્યારેક એમજ લુછાઇ જાય છે...
રોજ થોડી જિંદગી આમ જ જીવાય છે
"પૂછે છે મારા ભૂલકાં 'દિશુ' અને 'ગદી' ફુઈ તમે ક્યારે આવશો??????? હમણાં આવી કહી વર્ષો વીતી જાય છે....
રોજ થોડી જિંદગી આમ જ જીવાય છે
"કહું છું હું રોજ થોડી જિંદગી આમ જ જાય છે ....હકીકત ફક્ત એટલી જ કે જીવવા કરતાં વધારે થોડું રોજ મરાય છે.....
રોજ થોડી જિંદગી આમ જ જીવાય છે
Comments
Post a Comment