ક્યાં માગ્યું...?

ક્યાં માગ્યું મેં પાંચ આંગળીએ જમાડતો એ માં  નો  હાથ..
બસ આપી દયો  મને બાળપણનો પાંચ પાચીકે રમતા સખીઓ નો સાથ...!
 
ક્યાં માગ્યું મેં તકરાર થયા પછી હર રાત આવે ઊંઘ પુરી
બસ આપી દયો મને સવાર પડતા તે અમસ્તા જ કહે સોરી...

ક્યાં માગ્યું મેં તું રહે જીવનભર મારાજ રંગમાં
બસ આપી દયો મને એટલું કે કોઈ એક દિવસ રહે તું મારાજ સંગ માં....!

ક્યાં માગ્યું મેં કે ક્યારેક તું અમસ્તા જ મસ્તી માં મને ડરાવે 
બસ આપી દયો એટલું જ કે ડરી ગયા પછી તું મને મનાવે.. !

ક્યાં માગ્યું મેં કે સંસાર ના દરેક દુઃખ કાપો
બસ આપી દયો ને કોઈ એવું જે મને કહે "માં મને ભૂ આપો"......!!!!!!!

Comments

Popular posts from this blog

હા તું ચુપચાપ છે.....

રોજ થોડી જિંદગી જીવાય છે