Posts

રોજ થોડી જિંદગી જીવાય છે

"ગુલાબી આ ઉપવનમાં કોઈ કરમાયેલું પુષ્પ  મળી જાય છે...               રોજ થોડી જિંદગી આમ જ જીવાય છે "શાન્ત સરોવર માં પણ કંકર અડતા વમળો રસાય છે...               રોજ થોડી જિંદગી આમ જ જીવાય છે  "મંદિર પર બેઠેલા ઈશ્વર પાસે ક્યાં થાય છે બધી મુરાદ પુરી, તો પણ થોડી ઈચ્છા તો રખાઈ છે....             રોજ થોડી જિંદગી આમ જ જીવાય છે  "નથી થતી ઊંઘ પુરી ક્યારેક તો બસ કરવટ બદલી ને જ સવાર થાય છે....            રોજ થોડી જિંદગી આમ જ જીવાય છે  "દૂર છે સ્વજનો બસ તેની યાદ માં ક્યારેક ડુસકા ભરાઈ જાય છે...             રોજ થોડી જિંદગી આમ જ જીવાય છે   "હર વખતે એ આંસુ લુછનાર માં નો હાથ ક્યાં હોઈ  છે આસું ક્યારેક એમજ લુછાઇ જાય છે...             રોજ થોડી જિંદગી આમ જ જીવાય છે   "પૂછે છે મારા ભૂલકાં 'દિશુ' અને 'ગદી' ફુઈ તમે ક્યારે આવશો???????  હમણાં આવી કહી વર...

ક્યાં માગ્યું...?

ક્યાં માગ્યું મેં પાંચ આંગળીએ જમાડતો એ માં  નો  હાથ.. બસ આપી દયો  મને બાળપણનો પાંચ પાચીકે રમતા સખીઓ નો સાથ...!   ક્યાં માગ્યું મેં તકરાર થયા પછી હર રાત આવે ઊંઘ પુરી બસ આપી દયો મને સવાર પડતા તે અમસ્તા જ કહે સોરી... ક્યાં માગ્યું મેં તું રહે જીવનભર મારાજ રંગમાં બસ આપી દયો મને એટલું કે કોઈ એક દિવસ રહે તું મારાજ સંગ માં....! ક્યાં માગ્યું મેં કે ક્યારેક તું અમસ્તા જ મસ્તી માં મને ડરાવે  બસ આપી દયો એટલું જ કે ડરી ગયા પછી તું મને મનાવે.. ! ક્યાં માગ્યું મેં કે સંસાર ના દરેક દુઃખ કાપો બસ આપી દયો ને કોઈ એવું જે મને કહે "માં મને ભૂ આપો"......!!!!!!!

હા તું ચુપચાપ છે.....

ફુલોથી ન થતી કદી ખુશ્બુ અલગ  બાગ મહીં ભમરો ચોરી લઈ જતો,                     પણ તું ચુપચાપ છે.... નદી ,નાળા, તળાવ ,મહી તુજ તું છે પુર આવતા થતા બાળ અનાથ,                   પણ તું ચુપચાપ છે.... મંદિર,મસ્જિદ, લાખો લોકો ઈચ્છા પૂરી કરવા  કરતા  વાતચીત ...                  પણ તું ચુપચાપ છે કહે છે લોકો તું ગાયો નો ગોવળ  થતી આ દયનીય સ્થિતી ગોમાતા ની,                  પણ તું ચૂપચાપ છે બધે નથી પોહચિ શકતો તું  તો માં બની 'દૂધ પીતી નો રિવાજ'                   પણ તું ચૂપચાપ છે લાગે છે તું કંટાળી ગયો છે મુરાદ પુરી કરી ને, એટલે જ લગાવી તાળા મંદિર મસ્જીદના...             પણ... તું ચૂપચાપ છે.😢